નેશનલ હેરાલ્ડ કેસ મામલે CBI કોર્ટમાં આરોપપત્ર દાખલ
Live TV
-
કેન્દ્રીય અન્વેષણ બ્યુરોએ નેશનલ હેરાલ્ડ સમાચારપત્રના કેસમાં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટમાં હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડા, વરિષ્ઠ કોંગ્રેસ નેતા મોતીલાલ વહોરા અને સમાચારપત્રના પ્રકાશક એસોસિએટેડ જનરલ્સ લિમિટેડ વિરુદ્ધ આરોપપત્ર દાખલ કર્યું છે. પૂર્વ મુખ્યમંત્રી હુડ્ડા પર એસોસિએટેડ જનરલ્સ લિમિટેડ તેના સમાચાર પત્ર નેશનલ હેરાલ્ડ્સ માટે પંચકુલામાં નિયમોની વિરુદ્ધ જમીનની ફરીથી વહેંચણી કરવાનો આરોપ છે. હાલની ભાજપ સરકારે વર્ષ 2016માં આ કેસ સીબીઆઇને સોંપ્યો હતો.
