Skip to main content
Settings Settings for Dark

'નો ટોબેકો ડે એવોર્ડ', 2022 માટે નોમિનેશન્સ પ્રક્રિયા શરૂ

Live TV

X
  • વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)દ્વારા વર્લ્ડ નો ટોબેકો ડે (WNTD) પ્રસંગે તમાકુ પર અંકુશ લાવવા જેમણે ઉદાહરણીય યોગદાન આપ્યું છે તેમનું સન્માન કરવામાં આવે છે. જેના માટે વર્લ્ડ નો ટોબેકો એવોર્ડ 2022 એનાયત કરવામાં આવશે. WNTDનું થીમ વર્ષ 2022 માટે ‘તમાકુ - આપણા પર્યાવરણ માટે ભયજનક’ રાખવામાં આવ્યું છે. આ અભિયાન દ્વારા વાવણીની પ્રક્રિયાથી લઈને ઉત્પાદન, વિતરણ અને કચરા સુધીની તમાકુની પર્યાવરણીય અસરો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવે છે. આનાથી તમાકુનું વ્યસન ધરાવતા લોકોને તમાકુ છોડવા માટેનું વધુ એક કારણ પણ મળશે. આ અભિયાન દ્વારા ટોબેકો ઈન્ડસ્ટ્રી દ્વારા તેમના હિત અને પ્રોડક્ટ્સ પર્યાવરણને અનુકૂળ છે એવા તેમના માર્કેટિંગ વ્યૂહને પણ ખુલ્લો પાડવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.

    આ અંતર્ગત એવા યોગ્યતાપ્રાપ્ત વ્યક્તિઓ, સંસ્થાઓ, એનજીઓ/પાર્ટનર્સ વગેરે પાસેથી નોમિનેશન્સ મંગાવવામાં આવે છે કે જેમણે WHO Framework Convention on Tobacco Control (WHO FCTC) અંતર્ગતની નીતિઓ અને પગલાંઓને આગળ ધપાવવામાં અને તેની માર્ગદર્શિકાઓને અનુસરવા યોગદાન આપ્યું છે.

    આ નોમિનેશન ફોર્મ અરેબિક, ચાઈનીઝ, ઈંગ્લિશ, ફ્રેન્ચ, રશિયન અથવા સ્પેનિશમાં ટાઈપ કરેલું હોવું જોઈએ. હસ્તલિખિત ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply