Skip to main content
Settings Settings for Dark

પંજાબઃ ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર બ્લાસ્ટ થતાં 4 લોકોનાં મોત

Live TV

X
  • પંજાબમાં ગઈકાલે મોડી રાત્રે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 4 લોકોના મોત થયા હતા

    પંજાબમાં શ્રી મુક્તસર સાહિબ જિલ્લાના સિંઘેવાલા ગામમાં ગઈકાલે મોડી રાત્રે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 4 લોકોના મોત થયા હતા. તેમજ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 

    હરિયાણા બોર્ડર નજીક આવેલી આ ફટાકડાની ફેક્ટરીમાં અન્ય રાજ્યોમાંથી આવીને મજૂરો કામ કરતા હતા. ગઈકાલે મોડી રાત્રે થયેલા આ ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. જેના કારણે ફેક્ટરીનું મકાન તૂટી પડ્યુ હતું. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 

    ઘટના સ્થળે તંત્ર તેમજ પોલીસના અધિકારીઓ હાજર છે. અને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટેની બચાવ કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને  હોસ્પિટલમાં ખસેડીને સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટનું કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply