પંજાબના મંત્રી નવજોતસિંહ સિધ્ધુ પાક.અધિકૃત કાશ્મીરના રાષ્ટ્રપતિ મસૂદ ખાનની બાજુમાં બેસતા વિવાદ
Live TV
-
ઇમરાન ખાનના પાકિસ્તાનના ૨૨માં વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તેના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ભારતમાંથી પૂર્વ ક્રિકેટર અને પંજાબના મંત્રી નવજોતસિંહ સિધ્ધુ પહોંચ્યા. સમારોહમાં પહોંચેલા સિધ્ધુએ પાકિસ્તાની સેનાના ચીફ કમર જાવેદ બાજવાના ગળે મળ્યા. સમારોહ દરમિયાન તેઓને પીઓકે એટલે કે પાક. અધિકૃત કાશ્મીરના રાષ્ટ્રપતિ મસૂદ ખાનની બાજુમાં બેસાડવામાં આવ્યા. ભારત અને પાક. વચ્ચે પીઓકે અંગે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. પીઓકેને ભારત સરકાર માન્યતા આપતી નથી. સિધ્ધુનું બાજવાનું ગળે મળવું એ દેશમાં તીખી ટીકા થઇ રહી છે
