Skip to main content
Settings Settings for Dark

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે 

Live TV

X
  • કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોના ચાલી રહેલા આંદોલનનો આજે આઠમો દિવસ છે.  કેન્દ્ર સરકાર અને ખેડૂતોના પ્રતિનિધીઓ વચ્ચે આજે ફરી વાટાઘાટો યોજાવાની છે. તે પહેલાં એક મહત્વના અહેવાલ એ પણ છે કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના નિવાસે મુલાકાત કરવાના છે. 

    કૃષિ સુધાર કાયદાઓ મુદ્દે ચર્ચા

    આ બેઠકમાં કૃષિ સુધાર કાયદાઓ મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. આ પહેલાં ગઇકાલે ગૃહમંત્રીના નિવાસે કેન્દ્રીય મંત્રીઓની એક મહત્વની બેઠક મળી હતી. અગાઉ મંગળવારે ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે થયેલી મંત્રણામાં એ નક્કી થયું હતું કે ખેડૂતોના પ્રતિનિધી અને સંગઠન આ મુદ્દે તેમની સમસ્યાની યાદી બનાવીને સરકારને સોંપે કે જેથી તે મુદ્દે વિગતપુર્ણ ચર્ચા થઇ શકે. 

    સરકાર તેમની ચિંતાના મુદ્દે વાતચીત કરવા તૈયાર

    ગત બેઠકમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરની આગેવાનીમાં વાણિજ્યમંત્રી પિયુષ ગોયેલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમપ્રકાશે બેઠકમાં કેન્દ્ર સરકારનો પક્ષ મુક્યો હતો. તોમરે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. કૃષિમંત્રીએ દોહરાવ્યું હતું કે કૃષિ સુધારાના નવા કાયદાને ખેડૂતોના હીતમાં અમલી બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતોને આ કાયદાથી કોઇ વાંધો હોય તો સરકાર તેમની ચિંતાના મુદ્દે વાતચીત કરવા તૈયાર છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply