Skip to main content
Settings Settings for Dark

પંજાબમાં ગત રાત્રે બે અલગ અલગ સ્થળોએ વિસ્ફોટ, સુરક્ષા એજન્સીઓ સતર્ક

Live TV

X
  • જાલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર , મૃતસરના ખાસા વિસ્તારમાં આર્મી કેમ્પ પાસે વિસ્ફોટ.

    પંજાબમાં ગત રાત્રે  અલગ અલગ સ્થળોએ થયેલા બે વિસ્ફોટોથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. પ્રથમ, જાલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર વિસ્ફોટ થયો હતો તેના થોડા કલાકો પછી, અમૃતસરના ખાસા વિસ્તારમાં આર્મી કેમ્પ પાસે વિસ્ફોટના સમાચાર આવ્યા હતા. આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. 

    ખાલિસ્તાન લિબરેશન આર્મીએ જાલંધર BSF પંજાબ હેડક્વાર્ટરની બહાર થયેલા વિસ્ફોટની જવાબદારી સ્વીકારી છે.  KLA પત્ર અનુસાર, ફેબ્રુઆરીમાં ગુરદાસપુરમાં પંજાબ પોલીસે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા રણજીત સિંહના મૃત્યુનો બદલો લેવા માટે IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. રણજીત સિંહ ગુરદાસપુરના આધિયાન ગામમાં પોલીસ ASI અને પંજાબ હોમગાર્ડની હત્યામાં સામેલ હતો.

    વિસ્ફોટનું કારણ જાણવા માટે સતત તપાસ કરવામાં આવી રહી છે. જાલંધરમાં સીમા સુરક્ષા બળના પંજાબ ફ્રંટિયર કાર્યાલય પાસે જે વિસ્ફોટ થયો હતો તે સ્કૂટરમાં આગ લાગવાને કારણે થયો હતો. આ સ્કૂટર ગુરપ્રીત સિંહનું હતું, જે કૂરિયર કંપનીમાં કામ કરે છે. હાલમાં ગુરપ્રીત સિંહની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
apply