NIAએ ISIS સાથે જોડાયેલા ત્રણ આતંકીઓ વિરુદ્ધ બાયો-ટેરરિઝમના કાવતરા બદલ ચાર્જશીટ દાખલ
Live TV
-
ત્રણેય વિરુદ્ધ UAPA અને BNS હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પ્રતિબંધિત સંગઠન ISIS સાથે જોડાયેલા ત્રણ આતંકીઓ વિરુદ્ધ બાયો-ટેરરિઝમના કાવતરા બદલ ચાર્જશીટ દાખલ કરી છે. આ આરોપીઓ જાહેર સ્થળોએ 'રિસિન' નામના ઝેર દ્વારા સામૂહિક હત્યાકાંડ કરવાનું ભયાનક પ્લાનિંગ કરી રહ્યા હતા. મુખ્ય આરોપી હૈદરાબાદના ડો. સૈયદ અહેમદ મોહીઉદ્દીને પોતાના નિવાસસ્થાને 'રિસિન' તૈયાર કરવા માટે લેબોરેટરી બનાવી હતી. તેને દક્ષિણ એશિયાનો ISIS 'અમીર' બનાવવાની લાલચ અપાઈ હતી. ઉત્તર પ્રદેશના આઝાદ અને મોહમ્મદ સુહેલ, જેઓ રાજસ્થાનથી હથિયારો અને ફંડ લાવી ગુજરાતના છત્રાલમાં સપ્લાય કરતા હતા. નવેમ્બર 2025 માં ગુજરાત ATSએ ડો. મોહીઉદ્દીનને હથિયારો અને કેસ્ટર ઓઈલ સાથે ઝડપી પાડ્યો હતો, જે બાદ જાન્યુઆરી 2026 માં NIA એ તપાસ સંભાળી હતી. હાલ ત્રણેય વિરુદ્ધ UAPA અને BNS હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
તપાસ એજન્સી અનુસાર આરોપીઓ પ્રતિબંધિત સંગઠન ISIS હેન્ડલર્સના નિર્દેશ પર કામ કરી રહ્યા હતા. ઉપરાંત યુવાઓને કટ્ટરપંથી બનાવીને જિહાદના નામ પર આતંક ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. તેઓ એરંડીયાના બીજમાંથી ઝેરીલો પદાર્થ બનાવી રહ્યા હતા, જે કેમિકલ વેપન્સ કન્વેંશનની યાદીમાં શામેલ છે.
