Skip to main content
Settings Settings for Dark

પદ્મ પુરરસ્કાર વિજેતાઓ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્વ સ્મારક પર શ્રદ્વાંજલિ કરશે અર્પણ

Live TV

X
  • પદ્મ પુરસ્કાર વિજેતા આજે રાષ્ટ્રીય સમર સ્મારકની મુલાકાત લેશે અને દેશના વીર શહીદોને શ્રદ્ધાજંલિ પાઠવશે. આ સાથે પદ્મ પુરસ્કાર વિજેતાઓનું રાષ્ટ્રપતિ ભવન અને પ્રધાનમંત્રી સંગ્રહાલય જવાનું પણ આયોજન છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત વર્ષ 2023ના પહેલા ચરણના 54 લોકોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા હતા.  વાસ્તુકલા માટે પ્રોફેસર બાલકૃષ્ણને મરંણોપ્રાત પદ્મ વિભુષણની સન્માનિત કરવામાં આવ્યા. પ્રસિધ્ધ ભારતીય પાશ્વ ગાયિકા સુમનને પદ્મ ભુષણથી સન્માનિત કરવામાં આવ્યા.  

    નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવારે 54 લોકોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા હતા. રાષ્ટ્રપતિએ પહેલું સન્માન આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું કર્યું. તેમની દીકરીએ પિતાને મળેલો પદ્મ વિભૂષણ ગ્રહણ કર્યો. ત્યાર પછી કુમાર મંગલમ બિરલાને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં યોગદાન માટે 22 માર્ચે સન્માનિત કરાયા. બિરલા પરિવારમાં પદ્મ પુરસ્કાર મેળવનારા કુમાર મંગલમ ચોથી વ્યક્તિ બન્યા છે.

    પંડવાની ગાયિકા ઉષાને પદ્મ શ્રીથી સન્માનિત કરાયા. અવોર્ડ મેળવતા પહેલા તેમણે વડાપ્રધાન મોદીને પ્રણામ કર્યા. ત્યાર પછી રાષ્ટ્રપતિને પગે લાગી અવોર્ડ ગ્રહણ કર્યો. લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર સિંહ યાદવ સહિત ઘણા લોકો હાજર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply