એક દિવસમાં કોરોનાના વર્ષના સૌથી વધુ 1134 કેસ નોંધાયા
Live TV
-
દેશમાં બુધવારે કોરોનાના નવા 1,134 નવા કેસ આવ્યા છે. આ વર્ષે એક દિવસમાં નોંધાયેલો કોરોનાના કેસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા 19 માર્ચે 1,071 કેસ નોંધાયા હતા. બુધવારે સૌથી વધુ 280 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા હતા. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોરોના નવા વેરિયન્ટ એક્સબીબી 1.16ના કારણે કેસ વધી રહ્યા છે. પણ હજુ સુધી કોઈ નવો વેરિયન્ટ સામે આવ્યો નથી. તેથી ચિંતાની વાત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના તથા ફ્લુના કેસમાં થઈ રહેલા વધારાને લઈને આરોગ્ય વિભાગની તૈયારીઓની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.
દેશમાં દૈનિક સંક્રમણનો દર હજુ 1.09 ટકા છે. જ્યારે સાપ્તાહિક સંક્રમણનો દર 0.98 ટકા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા હાલ 7,026 છે. કેરળમાં સૌથી વધુ 1921 એક્ટિવ કેસ છે. હાલ એક્ટિવ કેસનું પ્રમાણ 0.01 ટકા છે. આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટક માટે એડવાઇઝરી જારી કરી હતી.
