'પરીક્ષા પે ચર્ચા - 2020' પ્રધાનમંત્રીની હાજરીમા 20 જાન્યુઆરીએ યોજાશે
Live TV
-
ભારતભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંપર્ક કાર્યક્રમ 'પરીક્ષા પે ચર્ચા - 2020' ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મહિને 20 મી તારીખે નવી દિલ્હીના ટોકાટોરા સ્ટેડિયમમાં આ કાર્યક્રમ યોજાશે.
દેશભરમાંથી બે હજારથી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવાલોના જવાબો આપશે અને પસંદગીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે કે તેઓ પરીક્ષાના તાણને કેવી રીતે હરાવી શકે. ગયા વર્ષે નવેમ્બરમાં 'મન કી બાત' કાર્યક્રમમાં પોતાના વિચારો વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે પરીક્ષા દરમિયાન તેઓ યુવા મિત્રોને હસતા અને તેમના માતાપિતાને તનાવમુક્ત જોવા માગે છે.
કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થી હર્ષવર્ધન, એઆઈઆર ન્યૂઝ સાથે વાત કરતાં, કહ્યું કે 'પરીક્ષા પે ચર્ચા - 2020' પ્રધાનમંત્રીની એક મહત્વપૂર્ણ પહેલ છે અને તે વિદ્યાર્થીઓને તણાવને હરાવવા અને પરીક્ષામાં સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કરશે. દિલ્હીની સરકારી વરિષ્ઠ માધ્યમિક શાળા વસુંધરા એન્ક્લેવની આચાર્ય ઉષા રાજપૂતે જણાવ્યું હતું કે, પરીક્ષા દરમિયાન તનાવ અનુભવતા વિદ્યાર્થીઓ માટે આ પ્રસંગ ખૂબ મદદગાર સાબિત થશે.
