Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના ફાંસીદેવામાં રેલ દુર્ઘટના, યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરુ

Live TV

X
  • પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ જિલ્લાના ફાંસીદેવામાં રેલ દુર્ઘટના સર્જાઈ છે. કાંચનજંગા એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનને પાછળથી આવી રહેલી માલગાડીએ જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે કાંચનજંગા એક્સપ્રેસના ડબ્બા માલગાડી પર ચઢી ગયા હતા. રંગાપાની રેલવે સ્ટેશન પર આ દુર્ઘટના સર્જાઈ છે. માલગાડીના મોટા ભાગના ડબ્બા રેલવેટ્રેક પરથી ખડી પડ્યા છે. આ દુર્ઘટનામાં મૃતકો તેમજ ઘાયલોની જાણકારી મેળવવા માટે સ્થાનીય વહીવટીતંત્રએ હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ પર ટવીટ કરીને આ દુર્ઘટનાને દુર્ગાભ્યપૂર્ણ ગણાવી છે. તેમણે ટવીટમાં જણાવ્યુ છે કે  ઘટનાસ્થળે રેલવેના ડિવિઝનલ મેનેજર, એસપી, ડોક્ટરો, એમ્બ્યુલન્સ સહિતના લોકો પહોંચી ગયા છે અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરુ કરાઈ છે. બચાવ કામગીરી માટે NDRF અને SDRF યુદ્ધના ધોરણે કામે લાગી ગયા હોવાનું પણ રેલમંત્રીએ જણાવ્યુ છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply