Skip to main content
Settings Settings for Dark

દિલ્હી અને કર્ણાટકમાં આજે ભાજપ વિરોધ પ્રદર્શન કરશે, દિલ્હીમાં સાંસદો પણ વિરોધમાં જોડાશે

Live TV

X
  • દિલ્હી અને કર્ણાટકમાં ભાજપ તરફથી આજે વિરોધ પ્રદર્શન કરાશે. દિલ્હીમાં પાણીની તંગી મુદ્દે તેમજ કર્ણાટકમાં પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ મુદ્દે ભાજપ આજે વિરોધ પ્રદર્શન કરશે. 

    દિલ્હીમાં જળસંકટ સતત ઘેરુ બની રહ્યુ છે. પાણીના મુદ્દે પ્રજાને પડી રહેલી હાલાકી સંદર્ભમાં ભાજપના તમામ સાંસદો આજે દિલ્હીની 52 અલગ અલગ જગ્યાઓ પર દિલ્હીની કેજરીવાલ સરકારના વિરોધમાં પ્રદર્શન કરશે. દિલ્હી પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા તેમજ દિલ્હી ભાજપના પાંચ સાંસદ અલગ-અલગ વિસ્તારો ખાતે વિરોધ પ્રદર્શન શરુ કરશે. આ વિરોધ પ્રદર્શનમાં પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ પણ જોડાશે. આ પહેલા રવિવારે ભાજપે 14 સ્થળો પર જળસંકટ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. 

    કર્ણાટકની વાત કરીએ તો કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને કર્ણાટક સરકારે શનિવારે પેટ્રોલ-ડિઝલ પરનો વેચાણવેરો વધારી દીધો છે. આ વેરો વધવાના કારણે કર્ણાટકમાં પેટ્રોલની કિંમતમાં ત્રણ રુપિયા અને ડિઝલની કિંમતમાં 3.50 રુપિયાનો પ્રતિ લિટરે વધારો થયો છે. વેચાણવેરાના વધારાના કારણે પ્રજાને મોંઘા પડી રહેલા પેટ્રોલ-ડિઝલના સંદર્ભમાં ભાજપ કર્ણાટકમાં વિરોધ પ્રદર્શન કરશે.    

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply