Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય માર્ગ પરિવહનમંત્રી નિતિન ગડકરી જમ્મુ-કાશ્મીરમાં આજે કરશે ઉચ્ચ સ્તરીય બેઠક

Live TV

X
  • કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે જમ્મુ કાશ્મીરમાં અલગ-અલગ વિકાસ પરિયોજનાઓની પ્રગતિની સમિક્ષા માટે શ્રીનગરમાં ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠકમાં પવિત્ર ગુફા મંદિર સુધીની સુગમ યાત્રા માટે અમરનાથ યાત્રા ટ્રેક અને જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ મુદ્દે પણ ચર્ચા કરશે. અમરનાથ યાત્રા 29 જુનના રોજ શરુ થશે અને 52 દિવસ પછી 19 ઓગષ્ટના રોજ પૂર્ણ થશે. લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનો કાર્યભાર સાંભળ્યા બાદ નીતિન ગડકરીની રાજ્યમાં આ પ્રથમ બેઠક છે. બાલતાલ અને પહેલગામમાં આધાર શિબિરોથી રાજમાર્ગનું નિર્માણ કેન્દ્ર સરકારની પ્રાથમિકતામા છે.  જમ્મુ કાશ્મીરમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજના ચાલી રહી છે ત્યારે નિતિન ગડકરી અમરનાથ યાત્રાના રુટ પર યાત્રિકો માટે વિવિધ વ્યવસ્થાઓમાં સુધારા-વધારા તેમજ યાત્રિકોની સુરક્ષા સહિતના મુદ્દે ચર્ચા કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply