Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર 21 મેના રોજ ફરીથી યોજાશે મતદાન

Live TV

X
  • ભારતના ચૂંટણી પંચે શનિવારે(2 મે) પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠકના તમામ મતદાન કેન્દ્રો પર ફરીથી મતદાન (Re-polling) કરાવવાનો આદેશ આપ્યો છે. આ બેઠક પર ગત 29 એપ્રિલના રોજ થયેલા મતદાન દરમિયાન ગંભીર ચૂંટણી અપરાધ અને લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન જોવા મળ્યા બાદ ચૂંટણી પંચે આ મહત્વનો નિર્ણય લીધો છે.

    ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, “પશ્ચિમ બંગાળના 144-ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં 29 એપ્રિલના રોજ મોટી સંખ્યામાં મતદાન મથકો પર ગંભીર ગેરરીતિઓ અને લોકશાહી મર્યાદાઓનું ઉલ્લંઘન થયું હતું. તેથી ચૂંટણી પંચ તમામ 285 મતદાન કેન્દ્રો પર નવા સરથી મતદાન કરાવવાનો નિર્દેશ આપે છે. તમામ કેન્દ્રો પર 21 મેના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે તેની મતોની ગણતરી 24 મેના રોજ કરવામાં આવશે.”

    આ જાહેરાત દક્ષિણ 24 પરગણા જિલ્લાના આ મતવિસ્તારમાં સ્થાનિક લોકોના ભારે વિરોધ પ્રદર્શનના થોડા કલાકો બાદ કરવામાં આવી છે. હાસિમનગર ગામમાં તણાવ વધતા સેંકડો ગ્રામીણોએ રસ્તા જામ કર્યા હતા અને સુરક્ષાની ખાતરી સાથે ફરી મતદાનની માગ કરી હતી. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. સ્થિતિને થાળે પાડવા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)ના જવાનોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે.

    નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં આ વખતે બે તબક્કામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આઝાદી પછીનું સૌથી વધુ સરેરાશ 93 ટકા મતદાન નોંધાયું છે. અગાઉ 2011માં સૌથી વધુ મતદાન થયું હતું જ્યારે રાજ્યમાં સત્તા પરિવર્તન આવ્યું હતું. આ વખતે પણ મોટાભાગના એક્ઝિટ પોલ્સ તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત અને રાજ્યમાં સત્તા પરિવર્તનની આગાહી કરી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply