પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા આજે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત
Live TV
-
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા આજે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રિય ગૃહ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કોલકાતામાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના સંકલ્પપત્રને પ્રસિદ્ધ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યુ હતું કે, ભાજપે હંમેશા ચૂંટણી ઢંઢેરાને મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. એટલા માટે જ ભાજપે તેને ચૂંટણી ઢંઢેરાના બદલે સંકલ્પપત્ર નામ આપ્યું છે. ભાજપની સરકારો બન્યા બાદ જ આ સંકલ્પપત્ર ઉપર સરકારો કામ કરવા લાગી છે. પશ્ચિમ બંગાળની જનતાની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટેનો આ સંકલ્પ છે. આ સંકલ્પપત્ર તૈયાર કરવા માટે પશ્ચિમ બંગાળના નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. અમિત શાહે વધુમાં જણાવ્યુ હતું કે, ભાજપનો સંકલ્પપત્ર 'સોનાર બાંગ્લા'ના સ્વપ્ન ઉપર આધારિત છે. બંગાળની ધરતીએ દેશને કેટલાય સ્વતંત્રતા સેનાનીઓ આપ્યા છે.
