આજે વિશ્વ જળ દિવસે પ્રધાનમંત્રી "કેચ ધ રેઇન" અભિયાનનો શુભારંભ કરશે
Live TV
-
આજે વિશ્વ જળ દિવસના દિવસે પ્રધાનમંત્રી જળ શક્તિ અભિયાન એટલે કે "કેચ ધ રેઇન" અભિયાનનો શુભારંભ કરવાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિશ્વ જળ દિવસના પ્રસંગે જળ શક્તિ અભિયાન એટલે કે "કેચ ધ રેઈન" અભિયાનનો શુભાંરભ કરાવશે. કેન્દ્ર સરકારના આ અભિયાનના માધ્યમથી વરસાદી પાણીના સંરક્ષણની યોજનાનો પુરજોશમાં પ્રચાર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કેન-બેટવા લિંક પરિયોજનાને લાગુ કરવા માટે કેન્દ્રિય જળ શક્તિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની વચ્ચે ઐતિહાસિક સમજૂતી કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવશે. મહત્વનું છે કે, વરસાદી પાણીના સંચયના લક્ષ્યની સાથે 22 માર્ચથી 30 નવેમ્બરથી સુધી દેશના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આ અભિયાન ચલાવાશે. જેનાથી લાખો લોકોને ફાયદો થશે.
પાણી જીવનમાં ખુબ જ મહત્વ ધરાવે છે અને પાણી વગર વિશ્વમાં માણસો, પ્રાણીઓ, પાક્ષીઓ કે કોઈ પણ જીવ અધૂરા છે. એટલે જળનું મહત્વ સમજાવવા અને ઉજ્જવવા વિશ્વ જળ દિવસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ દિવસ જળનું મહત્વ અને તેની જરૂરિયાત સમજાવી જાય છે. પાણીનો ઉપયોગ સાચવીને કરો કારણકે જલ હૈ તો હમ હૈ.
