Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઉત્તરાખંડમાં ભારે વરસાદ, હજુ આગાહી 

Live TV

X
  • હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર-પશ્ચિમી બંગળાની ખાડી ઉપર વધી રહેલા દબાણના પગલે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. પશ્ચિમી અને પૂર્વ મેદિનીપુર, પુરુલિયા અને ઝારગ્રામ જિલ્લાઓમાં અને કલકત્તા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. 

    રવિવારે ભારે વરસાદના કારણે જનજીવન પર અસર થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ પણ ભારે દબાણના કારણે વરસાદ પડી શકે છે. ઓરિસ્સામાં પણ મંગળવારે ભારે વરસાદ નોંધાયો હતો. ઓરિસ્સાના હવામાન વિભાગે માછીમારોને આગામી 12 કલાક સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે. 

    છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદ વરસે તેવી શકયતા છે. બીજી તરફ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તરાખંડમાં શનિવાર રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તરકાશીમાં ભૂસ્ખલનની ઘટનાના પગલે ગંગોત્રી હાઈવે પણ ત્રણેક કલાક બંધ રહ્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply