Skip to main content
Settings Settings for Dark

રક્ષામંત્રી, ઈ-પલાનીસામી, રજનીકાંત કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા

Live TV

X
  • DMKના નેતાના અવસાનના પગલે તાલમિનાડુ સહિત સમગ્ર દેશમાં શોકની લહેર ફેલાઈ છે. તમામ રાજકીય પક્ષોએ આ અવસાન બદલ શોક વ્યક્ત કર્યો છે. તામિલનાડુના મુખ્યમંત્રી ઈ-પલીસામીએ રાજાજી હોલ પહોંચી દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. 

    કરૂણાનિધિના નિધન બદલ આજે એક દિવસી રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. તેમના સન્માનમાં ધ્વજ અડધી કાઢીએ રહેશે. દિવંગતનું અવસાન થવાથી દુનિયાભરથી શોક સંદેશો આવી રહ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલાસિનાએ DMK પ્રમુખ એમ. કરૂણાનિધિના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. જ્યારે ભારતમાં અમેરિકી રાજદૂત કેનટ જસ્ટરે ટ્વીટ કરી કહ્યું છે કે, કરૂણાનિધિને જન સેવા માટે વર્ષો સુધી યાદ કરાશે.

    રક્ષામંત્રી નિર્મલા સીતારમણે રાજાજી હોલ ખાતે પહોંચી લોકપ્રિય નેતા એમ. કરૂણાનિધીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી હતી. આ રાજાજી હોલમાં મોટી સંખ્યામાં લોકો અંતિમ દર્શન માટે આવી રહ્યા છે. કરૂણાનિધિના સમર્થક મોટી સંખ્યામાં તેમના નેતાને અંતિમ વિદાય આપવા એકત્રીત થઈ રહ્યાં છે. અભિનેતા રજનીકાંતે રાજાજી હોલ પહોંચી દિવંગત નેતા કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply