Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળ: નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જીની હાર

Live TV

X
  • ભાજપના શુભેન્દુ અધિકારીએ 1622 વોટથી જીત મેળવી

    પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ એમ 4 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પૂર્ણ થઇ છે. જેમાં  બંગાળમાં 292 બેઠકમાંથી 292 બેઠકોના વલણમાં તૃણમુલ કોંગ્રેસ 214 બેઠકો પર જ્યારે ભાજપ 78 બેઠક પર જીત મેળવી છે. 

    નંદીગ્રામ બેઠક પર મમતા બેનરજીની હાર થઇ છે. જ્યારે ભાજપના શુભેન્દુ અધિકારીએ 1622 વોટથી જીત મેળવી છે. કેરળમાં 140 બેઠકો પૈકી 140 બેઠકના વલણ મુજબ LDF 99 બેઠકો પર જ્યારે UDF 41 બેઠક પર જીત મેળવી છે. આસામમાં 126 બેઠકો પૈકી  NDA 78 બેઠકો પર જીત મેળવી છે. તમિલનાડુની 234 બેઠકો પૈકી 234 બેઠકોના વલણમાં, DMK 144 બેઠક પર જ્યારે AIADMK એ 89 બેઠક પર જીત મેળવી છે. 

    જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીની બેઠકોના મળેલા વલણ મુજબ  14 બેઠકો પર NDA અને 6 બેઠક પર SDAP ની જીત થઇ છે. તો બીજી તરફ ચૂંટણીના પરિણામો બાદ  ચૂંટણીપંચે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડેપ્યુટી ઇલેક્શન કમિશ્નરે જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણી પક્રિયા દરમિયાન કોવિડના તમામ દિશા-નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું હતું. તેમજ દિશા-નિર્દેશોનો ઉલ્લંઘન કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply