Skip to main content
Settings Settings for Dark

વાયુરૂપી ઑક્સિજનના વપરાશની સમીક્ષા PM મોદીની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક

Live TV

X
  • ઓક્સિજનના પુરવઠા અને ઉપલબ્ધતાને વધારવા માટે નવીન ઉપાયો શોધવાના પોતાના નિર્દેશને અનુરૂપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુરૂપી ઑક્સિજનના વપરાશની સમીક્ષા કરવા એક મીટિંગની અધ્યક્ષતા કરી હતી.

    ઓક્સિજનના પુરવઠા અને ઉપલબ્ધતાને વધારવા માટે  નવીન ઉપાયો શોધવાના પોતાના નિર્દેશને અનુરૂપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુરૂપી ઑક્સિજનના વપરાશની સમીક્ષા કરવા એક મીટિંગની અધ્યક્ષતા કરી હતી.. સ્ટીલ પ્લાન્ટ્સ, પેટ્રોકેમિકલ યુનિટ્સ સાથેની રિફાઇનરીઓ, ભારે  દહનક્રિયા- પ્રક્રિયા સાથેના ઉદ્યોગો, પાવર પ્લાન્ટ્સ ઇત્યાદિ ઘણા ઉદ્યોગો પાસે ઑક્સિજન પ્લાન્ટ્સ છે. જે વાયુરૂપી ઑક્સિજન ઉત્પન્ન કરે છે. આ ઑક્સિજનને તબીબી ઉપયોગ માટે  લઈ શકાય છે.  તો સાથે જ પ્રધાનમંત્રીએ PSA પ્લાન્ટ્સની સ્થાપના અંગેની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. તેમને માહિતી આપવામાં આવી કે PM Cares જાહેર ક્ષેત્રના એકમો અને અન્યોના યોગદાન મારફતે આશરે 1500 જેટલા PSA પ્લાન્ટ્સ સ્થાપનાની પ્રક્રિયામાં છે. તેમણે અધિકારીઓને આ પ્લાન્ટ્સ ઝડપથી પરિપૂર્ણ થાય એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી, કૅબિનેટ સચિવ, ગૃહ સચિવ, માર્ગ પરિવહન અને Highways સચિવ , અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આ મીટિંગમાં ભાગ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply