પશ્ચિમ બંગાળ પંચાયતોની ચૂંટણીમાં ભાજપા કાર્યકરો વિરૂદ્ધ હિંસા
Live TV
-
ઉમેદવારોને જો કોઈ સમસ્યા હોય તો ચૂંટણીપંચ સમક્ષ જઈ શકે છે : ભાજપા વકિલ
પશ્ચિમ બંગાળ પંચાયતોની ચૂંટણીમાં ભાજપા કાર્યકરો વિરૂદ્ધ હિંસા તથા ઉમેદવારીપત્રો ભરવા નહીં દેવાના તૃણમૂલ કોંગ્રેસ સામેના આરોપો અંગે ભાજપા સમિતિએ સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરી હતી, તેમાં હસ્તક્ષેપ કરવાની સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ના પાડી છે. વધુમાં ઉમેદવારીપત્રો ભરવા માટેની મુદ્ત વધારવા માટેની પણ ના પાડી દીધી છે. જો કે, કોર્ટે ભાજપા તરફથી અપીલ કરી રહેલા વકીલને જણાવ્યું હતું કે, ઉમેદવારોને જો કોઈ સમસ્યા હોય તો ચૂંટણીપંચ સમક્ષ જઈ શકે છે.