3I ઈન્સેન્ટીવ, ઈમેજીનેશન અને ઈન્સ્ટીટયુટનો મંત્ર આપતા પીએમ મોદી
Live TV
-
પબ્લિક સેકટર માટે સફળતાનો મૂળ મંત્ર થ્રી -આઈ ઈન્સેન્ટીવ, ઈમેજીનેશન , અને ઈન્સ્ટીટયુટ બિલ્ડીંગથી અપ્રતિમ સફળતા જણાવતાં પ્રધાનમંત્રી મોદી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પબ્લિક સેકટરના માંધાતાઓને સંબોધી ન્યુ ઈન્ડિયાનો આપ્યો ગુરૂમંત્ર.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પબ્લિક સેકટર સાથે સંકળાયેલા દિગ્ગજોને સંબોધિત કરતાં સફળતાનો ગુરૂમંત્ર આપ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 21 મી સદીની અર્થવ્યવસ્થા માટે મંત્ર હોય પણ સફળતા માટે કોઈ અલગ મંત્ર નથી હોતા. સફળતા માટે થ્રી -આઈ જરૂરી છે. ઈન્સેન્ટીવ, ઈમેજીનેશન ,અને ઈન્સ્ટીટયુટ બિલ્ડીંગ અને ન્યુ ઈન્ડિયાના નિર્માણ માટે આ જરૂરી છે. પ્રધાનમંત્રીએ ઉદ્મીમીઓના પરિશ્રમની સરાહના કરતાં કહ્યું હતું કે, રાષ્ટ્રની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં પબ્લિક સેકટરની ભૂમિકા એવા સમયે પણ મહત્વપૂર્ણ હતી. જ્યારે ખાનગીકરણ ક્ષેત્રની ભૂમિકા મામૂલી હતી.