Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પાંચમાં તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં યોજશે ચૂંટણી રેલી. ગઈકાલે વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં નોંધાયું 76 ટકાથી વધુ મતદાન

    પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલે ચોથા તબક્કાનું મતદાન થયું હતું. કાલે મતદાનના આ ચોથા તબક્કામાં આશરે 76 ટકાથી પણ વધુ મતદાન નોંધાયું છે. રાજ્ય વિધાનસભાની 44 બેઠકો માટે ગઈકાલે 12 હજાર 310 જેટલા બુથ પર યોજાયેલા મતદાનમાં લોકો સવારથી જ લાંબી કતારોમાં ઉભેલાં જોવા મળ્યા હતાં. જે સાંજે સાડા છ વાગે પૂરું થયું હતું. આ મતદાન દરમિયાન કુંજબિહાર વિસ્તારમાં થયેલા ગોળીબારમાં 4 લોકોનું  મૃત્યુ થયું હતું, જેને પગલે તૃણમુલ કોગ્રેંસ પક્ષે ચૂંટણી પંચની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. કુંજ બિહારમાં બનેલી ઘટનાને પગલે ચૂંટણી પંચે પોલિંગ સ્ટેશન નં.126 પર મતદાન સ્થગિત કર્યુ હતું. સાથે જ કુંજ બિહારમાં રાજકિય નેતાઓ માટે 72 કલાક સુધી પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. 
    બીજી બાજુ પશ્ચિમ બંગાળ વિધાનસભાની પાંચમા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે કેન્દ્રિય ગૃહમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા અમિત શાહ પ્રચાર માટે રાજ્યમાં રેલી અને રોડ શો કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply