જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર માર્યા
Live TV
-
જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં ગઈકાલે સુરક્ષા દળોને મળેલ બાતમીને આધારે આતંકવાદીઓને પકડી પાડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે ગઈકાલે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી, આતંકવાદીઓ સાથે ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ 5 આતંકીઓને ઠાર કર્યા હતા. સુરક્ષા દળોએ કાલે એક આતંકીને ઠાર કર્યો હતો. તો આજે સવારે અથડામણમાં વધુ 4 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં સુરક્ષા દળોનું તપાસ અભિયાન ચાલી રહ્યુ છે.
