Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચોથા તબક્કાની 44 બેઠકોની ચૂંટણીમાં અત્યાર સુધી સરેરાશ 33.98 ટકા મતદાન થયું

Live TV

X
  • પશ્ચિમબંગાળ વિધાનસભાની ચોથા તબક્કાની આજે યોજાઈ રહેલી 44 બેઠકોની ચૂંટણીમાં અત્યાર સુધી સરેરાશ 33.98 ટકા મતદાન થયું છે. આજે સવારથી જ મતદાન માટે ઘણા મતદાનમથકોએ મતદારોની લાંબી લાઈન જોવા મળી રહી છે. બંગાળ વિધાનસભાની આઠ તબક્કામાં યોજાનારી ચૂંટણી મુક્ત અન્ય ન્યાયી રીતે યોજાય તે માટે સલામતીની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. અલીપુર જિલ્લાની પાંચ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. હજુ સુધી કોઈ અનિચ્છનીય બનાવ બનવાના સમાચાર નથી. તમામ મતદાન મથકો પર સુરક્ષા દળ ગોઠવી દેવામાં આવ્યા છે. બીજી તરફ કૂચ બિહાર જિલ્લામાં ફાયરિંગના બે અલગ અલગ બનાવોમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. ચૂંટણી પંચે આ ઘટના અંગે અહેવાલ માંગ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ વિધાનસભાની આજે યોજાઈ રહેલી ચોથા તબક્કાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરવા નાગરિકોને અપીલ કરી છે. તેમણે ખાસ કરીને યુવાનો અને મહિલાઓને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply