Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ રેલવે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની હેરફેર માટે શરૂ કરશે વિશેષ પાર્સલ ટ્રેન

Live TV

X
  • 13 એપ્રિલ 2020થી શરૂ થશે આ ખાસ ટ્રેન

    પશ્ચિમ રેલવેએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના સામાનની હેરફેર માટે વિશેષ પાર્સલ ટ્રેન ચલાવવાનું નક્કી કર્યુ છે. જેમાં બ્રાંદ્રા ટર્મિનલ- ઓખા, બાંદ્રા ટર્મિનલ- લુઘિયાના, મુંબઇ સેન્ટ્રલ- ફિરોઝપુર, પોરબંદર-શાલીમાર, અમદાવાદ- ગુવાહાટી, સુરત- ભાગલપુર, દાદર-ભુજ, લિંચ- ન્યુ ગુવાહાટી અને કાંકરીયા -કટક વચ્ચે ટ્રેન ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી રવિન્દ્ર ભાકરે જણાવ્યુ , કે 13 એપ્રિલ2020ના રોજ, દેશના જુદાજુદા ભાગોમાં આવશ્યક સામગ્રીઓ પહોંચાડવા માટે અમદાવાદ - ગુવાહાટી, બાંદ્રા ટર્મિનસ - લુધિયાણા,રાજકોટ - કોયંબતુર, ભુજ - દાદર અને બાંદ્રા ટર્મિનસ - ઓખા માટે પાંચ પાર્સલ સ્પેશિયલ રવાના થઈ. તેમણે જણાવ્યુ હતું કે 22 માર્ચથી 12 એપ્રિલ2020 સુધી , લોકડાઉનની અવધિ પછી કુલ 1267 રેકોનો ઉપયોગ 2.72 મિલિયન ટન આવશ્યક વસ્તુઓની આપૂર્તિ માટે થયેલ છે. 2917 માલગાડીઓને અન્ય રેલવે સાથે જોડવામાં આવેલ, જેમાં 1479 ટ્રેનો સોંપવામાં આવી ,અને 1438 ટ્રેનોને અલગ અલગ ઈન્ટરચેન્જ પોઈન્ટ પર લઈ જવામાં આવેલ છે. દૂધ પાવડર,પ્રવાહી દૂધ અને અન્ય સામાન્ય ઉપયોગી વસ્તુઓ જેવી આવશ્યક વસ્તુઓની માંગોને પહોંચી વળવા માટે , પાર્સલ વેન / રેલવે દૂધ ટેન્કરો ના 41 મિલેનીયમ પાર્સલ રેક , દેશના જુદા જુદા ભાગોમાં મોકલવામાં આવેલ છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં કાર્ગો હવાઇ સેવા એરફોર્સ દ્વારા તેમજ વિવિધ એરલાઇન્સ કંપનીઓ દ્વારા, વિશેષ છુટછાટ સાથે ચાલુ રાખવામાં આવી છે. જેમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ, તબીબી સામાન અને મેડીકલ સ્ટાફ તેમજ અન્ય જરૂરી કામગીરી કરવામાં આવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply