Skip to main content
Settings Settings for Dark

દેશમાં ખાદ્યાન, દવા અને જરુરી વસ્તુઓનો પર્યાપ્ત ભંડાર છે : અમિત શાહ

Live TV

X
  • ગૃહમંત્રી અમિત શાહે આશ્વાસન આપ્યું છે કે દેશમાં ખાદ્યાન, દવા અને જરુરી વસ્તુઓનો પર્યાપ્ત ભંડાર છે. તેમણે કહ્યું હતું કે કોઈએ લોકડાઉન વધારવાથી ચિંતા કરવાની કોઈ જરુર નથી. સતત કરેલા ટ્વિટમાં ગૃહમંત્રી અમિત શાહે લોકોને તેમની પાસે રહેતા જરુરિયાતમંદ લોકોની સહાયતા કરવાની અપીલ કરી છે. રાજ્ય સરકારની ભૂમિકાની પ્રશંસા કરતા અમિત શાહે કહ્યું હતું કે જે રીતે રાજ્ય સરકાર,કેન્દ્ર સરકારનો સહયોગ કરી રહી છે તે પ્રશંસનિય છે.

    તેમણે કહ્યું હતું કે આપસી તાલમેલ ઠીક કરવો પડશે. જેથી લોડકાઉનનું યોગ્ય રીતે પાલન થાય અને કોઈપણ નાગરિકને કોઈપણ પ્રકારની સમસ્યા ના થાય. અમિત શાહે કહ્યું હતું કે આ લડાઇમાં ડોક્ટર, નર્સ, સફાઇ કર્મચારી, પોલીસ અને બધા સુરક્ષાકર્મીઓનું ,મહત્વ યોગદાન છે. 

     ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે આ ઘટના અંગે ફોન પર વાતચીત કરી હતી. મહારાષ્ટ્ર સરકારને સહ્યોગ આપવા ખાતરી પણ આપી હતી. તો બીજી તરફ મુંબઇના પગલે સુરતમાં પણ પરપ્રાંતિય કામદારો રસ્તા ઉપર આવી ગયા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply