Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના CM ઉદ્દવ ઠાકરે સાથે કરી ટેલિફોનિક વાતચીત

Live TV

X
  • મુંબઈમાં ભેગી થયેલી ભીડને લઈને વ્યક્ત કરી ચિંતા

    લોકડાઉનની મુદત 3 મે સુધી વધતાં મુંબઇના માઇગ્રન્ટ શ્રમિકો ,પોતાના વતન પહોંચવાની મંજૂરી મળે તેવી માગણી કરી રહ્યા છે. મુંબઇના બાંદ્રા ખાતે માઇગ્રન્ટ શ્રમિકો મોટી સંખ્યામાં એકત્ર થઇ જતાં પોલીસને તેમને બળપ્રયોગ કરીને અને સમજાવીને વિખેરવાની ફરજ પડી હતી. આ શ્રમિકો મોટેભાગે ઘરવિહોણી સ્થિતીમાં પુલ નીચે, કે શેલ્ટરહોમમાં રહી રહ્યા છે. તેમને ત્યાં ભોજન સહિતની સુવિધા મળી રહી છે.

    પરંતુ લોકડાઉનની મુદત વધતાં માઇગ્રન્ટ શ્રમિકો માગણી કરી રહ્યા છે, કે તેમને વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે. 21 દિવસના લોકડાઉનની મુદત પુરી થતાં તેમને આશા હતી કે ટ્રેન સેવા શરૂ થશે. તેથી ટ્રેનમાં ઘેર પહોંચવાની આશાએ બાંદ્રા પહોંચી ગયા હતા. ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે આ ઘટના અંગે ફોન પર વાતચીત કરી હતી. મહારાષ્ટ્ર સરકારને સહ્યોગ આપવા ખાતરી પણ આપી હતી. તો બીજી તરફ મુંબઇના પગલે સુરતમાં પણ પરપ્રાંતિય કામદારો રસ્તા ઉપર આવી ગયા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply