Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ રેલવે બાન્દ્રા ટર્મિનસ-બિકાનેર અને બાન્દ્રા ટર્મિનસ-ઉદેપુરની વચ્ચે દોડાવશે હોળી સ્પેશિયલ ટ્રેન

Live TV

X
  • પશ્ચિમ રેલવે બાન્દ્રા ટર્મિનસ-બિકાનેર અને બાન્દ્રા ટર્મિનસ-ઉદેપુરની વચ્ચે દોડાવશે હોળી સ્પેશિયલ ટ્રેન

    પશ્ચિમ રેલવેએ યાત્રિકોની સુવિધા માટે હોળીના તહેવારનાં દરમિયાન સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. બાન્દ્રા ટર્મિનસ-બિકાનેર સ્પેશિયલ  ટ્રેન, બાન્દ્રા ટર્મિનસ-બિકાનેર સ્પેશિયલ શુક્રવાર, 22 અને 29 માર્ચ, 2024સુધી બાન્દ્રા ટર્મિનસથી 16.00 કલાકે પ્રસ્થાન કરશે જે બીજા દિવસે 14.30 કલાકે બિકાનેર પહોંચશે. આવી જ રીતે બિકાનેર-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિલ ગુરૂવારે 21 અને 28 માર્ચ 2024 સુધી બિકાનેરથી 15.00 કલાકે આ ટ્રેન પ્રસ્થાન કરશે જે બીજા દિવસે 13.40 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. 

    આ ટ્રેન બોરીવલ્લી, સુરત, વડોદરા, આણંદ, મડિયાદ, અમદાવાદ, મહેસાણા, ભીલડી, રાનીવાડા, મારવાડ, ભીનમાલ, મોદરાન,જાલોર, મોકલસર,સમદડી, લૂના,જોધપૂર, મેડતા રોડ, નાગૌર અને નોખા સ્ટેશનો પર રોકાશે.

    બાન્દ્રા ટર્મિનસ-ઉદેપુર સ્પેશિયલ ટ્રેન 
    બાન્દ્રા ટર્મિનસ-ઉદેપુર સ્પેશિયલ ટ્રેન ગુરૂવારે, 21 અને 28 માર્ચ સુધી બાન્દ્રા ટર્મિનસથી 18.05 કલાકથી પ્રસ્થાન કરશે. બીજા દિવસે 08.40 કલાકે આ ટ્રેન ઉદેપુર પહોંચશે. આજ રીતે ઉદેપુર-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન બુધવારે, 20 અને 27 માર્ચ સુધી ઉદેપુરથી 23.00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 14.30 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. 

    આ ટ્રેન બોરીવલ્લી, દહાનુ રોડ, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, નડિયાદ, અમદાવાદ, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, સેમારી, જય સમંદ રોડ અને જાવર સ્ટેશન્સ પર રોકાશે. આ  ટ્રેનમાં AC-3 ટાયર, સ્લિપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply