પાકિસ્તાનમાંથી ભારતમાં આયાત થતી ચીજવસ્તુ પર 200 ટકા કસ્ટમ ડ્યુટી
Live TV
-
પુલવામામા આતંકી હુમલા પછી ભારતે શનિવારે પાકિસ્તાનને બીજો મોટો આંચકો આપ્યો છે. શુક્રવારે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધા બાદ પાકિસ્તાન ખાતેથી ભારતમાં આયાત થતી ચીજવસ્તુ પર બેઝિક કસ્ટમ ડ્યૂટી 200 ટકા સુધી વધારી દીધી છે. કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીએ આ જાહેરાત કરી હતી. તેનો તાકીદે અમલ થશે. આ નિર્ણયને કારણે પાકિસ્તાન દ્વારા ભારતમાં નિકાસ કરાતી 3,465 કરોડ રૂપિયાની ચીજવસ્તુના વેપારને અસર થશે. ભારત પાકિસ્તાનને વિવિધ 137 ચીજ-વસ્તુની નિકાસ કરે છે. તો પાકિસ્તાન ખાતેથી 264 જેટલી ચીજવસ્તુની આયાત કરવામાં આવે છે. M.F.N.નો દરજ્જો પાછો ખેંચી લેતા પાકિસ્તાન ભારત વિરુદ્ધ ડબલ્યુટીઓમાં ફરિયાદ કરી શકે તેમ મનાય છે. 1996માં ભારતે પાકિસ્તાનને આ દરજ્જો આપ્યો હતો.2017-18 માં ભારતે પાકિસ્તાન ખાતેથી 3,465 કરોડ રૂપિયાની ચીજ વસ્તુની આયાત કરી હતી. જ્યારે 13,632 કરોડ રૂપિયા ની ચીજવસ્તુ ની નિકાસ કરી હતી. 2016-17 માં બંને દેશ વચ્ચે 16,117 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. જ્યારે 2017-18 માં 17,000 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો.
