PM મોદીએ બિહારમાં 33 હજાર કરોડના વિકાસકાર્યોનું કર્યું ખાતમૂર્હુત-લોકાર્પણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં બેગુસરાય જિલ્લાના બરૌનીમાં, રૂપિયા 33 હજાર કરોડના ખર્ચે બનેલી વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમૂર્હુત કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઈન્ડિયન ઓઈલ અને ગેઈલની પેટ્રોલિયમ સંબંધી વિવિધ યોજનાઓનું ખાતમૂર્હુત અને લોકાપર્ણ કર્યું હતું. તેમણે બરૌની રિફાઈનરી ક્ષમતા વિસ્તરણનું ઉદ્દઘાટન કર્યું હતું.
દુર્ગાપુર એલપીજી ગેસ પાઈપલાઈનના પટ્ટાનું મુઝફ્ફરપુર સુધી ,વિસ્તરણ કરવા ઉપરાંત, જગદીશપુર સુધી વિસ્તરણ કરવા ઉપરાંત જગદીશપુર, હલ્દીયા, બોકારો ધામરા નેચરલ ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટનું પણ પ્રધાનમંત્રીએ ઉદ્દઘાટન કર્યું હતું.
આ સાથે પ્રધાનમંત્રીએ સાત હજાર કરોડના ખર્ચે બનેલા બરૌની ઉર્વારક ફર્ટિલાઈઝર પ્લાન્ટના પુનઃનિર્માણનું ખાતમૂર્હુત કર્યું હતું. બિહારમાં પટણા મેટ્રો રેલ પરિયોજનાનું પણ તેમણે ખાતમૂર્હુત કર્યું હતું તેમજ સારણમાં મેડિકલ કોલેજનું લોકાર્પણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ ભાગલપુરમાં મેડિકલ કોલજ અને અન્ય કોલેજને પણ અપગ્રેડ કરવાનો પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે બિહારના ઉલાવ હવાઈમથકના પરિસરમાં એક જાહેરસભાને પણ સંબોધન કર્યું હતું.
