Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાને કર્યું ફરી એક વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન

Live TV

X
  • પાકિસ્તાન તરફથી ભારે ગોળીબારમાં BSFના બે જવાન શહીદ અને 10 જેટલા સ્થાનિક નાગરિકો ઈજાગ્રસ્ત

    પાકિસ્તાને ફરી એક વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ કાશ્મીરના પરગવાલ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ ગોળીબારમાં BSFના બે જવાન શહીદ થયા છે, જ્યારે 10 જેટલા સ્થાનિક નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે ભારત તરફથી પાકની આ નાપાક હરકતનો જડબા-તોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ પહેલા DGMO સ્તરની ચર્ચા દરમિયાન પાકિસ્તાને વર્ષ 2003ના સંઘર્ષ વિરામ સમજૂતીનું પાલન કરવા સહમતી દર્શાવી હતી. પાંચ દિવસ પહેલા કરેલી વાતનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરતાં તેની દાનત સ્પષ્ટ થાય છે. બીજી બાજુ આ વિસ્તારના કેટલાંક ગામોમાંથી નાગરિકોને સલામત સ્થળે ખસેડવાનું શરૂ કરાયું છે. જેથી તેમને ગોળીબારીના નુકસાનથી બચાવી શકાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply