પાકિસ્તાને સીઝ ફાયરનું કર્યુ ઉલ્લંઘન,ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
Live TV
-
જમ્મુ-કશ્મીર: પાકિસ્તાનીએ સીઝ ફાયરનું કર્યુ ઉલ્લંઘન,ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ.પાકિસ્તાની સેનાએ રવિવારના રોજ ત્રીજા દિવસે પણ જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર કોઇ પણ પ્રકારની ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો જેનો ભારતીય સેના ને પણ જડબાતોડ઼ જવાબ આપ્યો હતો
જમ્મુ-કશ્મીર: પાકિસ્તાનીએ સીઝ ફાયરનું કર્યુ ઉલ્લંઘન,ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ.પાકિસ્તાની સેનાએ રવિવારના રોજ ત્રીજા દિવસે પણ જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર કોઇ પણ પ્રકારની ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો જેનો ભારતીય સેના ને પણ જડબાતોડ઼ જવાબ આપ્યો હતો .સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, "26-27 એપ્રિલ 2025 કો પાકિસ્તાન સેનાએ ઘણી ચોકીપરથી તુંતમારી ગલી અને રામપુર સેક્ટરના વિપરીત ઇલાકોમાં નિયંત્રણ રેખા પર ઉશ્કેરણી વિના નાના હથિયારોથી ગોળીઓબારી કરી હતી
24 એપ્રિલના રોજ પણ અંકુશ પર કેટલીક ચોરી પર પાકિસ્તાની સેના દ્વારા નાના હથિયારોથી ગોળીબાર પણ કરવામાં આવી હતી . ભારતીય સેના દ્વારા તેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો .નાંધનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી પાકિસ્તાન દ્વારા યુધ્ધ વિરામનું ઉલ્લંધન થઇ રહ્યુ છે જો કે તેમાં કોઇ નુકસાનીના અહેવાલ નથી
આતંકવાદીઓ દ્વારા પહલગામ કે બેસરન મેદાનમાં 26 નાગરિકોની હત્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ નવા સ્તરે પહોંચ્યો છે. સમગ્ર દેશ આતંકવાદીઓ આ કાયરતા પુર્વરકના કૃત્ય થી આક્રોશિત છે. પહલગામ અતંકવાદી હુમલા અંગે પ્રથમ પ્રતિક્રિયા આપતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આતંકવાદીઓ, તેમના હેન્ડલર્સ અને સમર્થકોની પીછો કરાશે અને વિશ્વના કોઈ પણ ખુણામાંથી તેમને શોધી બદલો લેવામાં આવશે.
જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ શનિવારે શ્રીનગર ખાતે સેનાના જનરલ ઉપેન્દ્ર દ્રિવેદી સાથે સુરક્ષા સમિક્ષા બેઠક કરી હતી.ઉપરાજ્યપાસે સેનાને કહ્યુ હતુ કે પહલગામ આતંકવાદી હુમલાના આરોપીઓને પકડવા માટે તમામ સંભવ પ્રયાસ કરે .શનિવારના રોજ ગાંદર જિલ્લામાં બે મકાનો જમીન દોસ્ત કરવામાં આવ્યા હતા જેમાં જેમાં થી એક લશ્કર એ તૌઇબા ના આતંકવાદીનું અને બીજુ શંકાસ્પદ આતંકવાદીનું હતુ.આતંકવાદીઓના ઘરોને ધ્વસ્ત કરવું, આતંકવાદીઓનો મુકાબલો અને સંભવિત સુરક્ષાને દૂર કરવા માટે બળો દ્વારા પ્રયાસો ચાલુ છે.22 એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલા બાદ અત્યાર સુધીમાં ખીણ વિસ્તારમાં પાંચ મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે