સરકારનો આકરો નિર્ણય,પાકિસ્તાની હિન્દુઓની ચારધામ યાત્રા પર લગાવ્યો પ્રતિબંધ
Live TV
-
કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલના પગલે કેન્દ્ર સરકારે આકરો નિર્ણય કરતાં પાકિસ્તાની હિન્દુઓની ચાર ધામ યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો છે.સરકારના આ નિર્ણયના પગલે ચારઘામ યાત્રા માટે નાંધણી કરાની ચુકેલા 77 પાકિસ્તાની હિંન્દુ હવે યાત્રા કરી શકશે નહી.
કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલના પગલે કેન્દ્ર સરકારે આકરો નિર્ણય કરતાં પાકિસ્તાની હિન્દુઓની ચાર ધામ યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો છે.સરકારના આ નિર્ણયના પગલે ચારઘામ યાત્રા માટે નાંધણી કરાની ચુકેલા 77 પાકિસ્તાની હિંન્દુ હવે યાત્રા કરી શકશે નહી.ઉનાળાની સીઝનમાં થતી ચારધામ યાત્રાને લઇને શ્રધ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અત્યાર સુધી 21 લાખથી વધારે યાત્રાળુઓ તેમાં નાંધણી કરાવી ચુક્યા છે ચારઘામ યાત્રા માટે વિદેશમાંથી પણ 24729 લોકોએ નાંધણી કરાવી છે જેમાં 77 પાકિસ્તાની નાગરીકોનો સમાવેશ થાય છે
જોકે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે કડક પગલાં લીધા છે .આ હમલે પછી કેન્દ્ર સરકાર દ્વારા ઝડપી નિર્ણય લેતાં પાકિસ્તાની શ્રદ્ધાળુઓને યાત્રાની મંજૂરી ન આપવાનો નિર્ણય કર્યો છે. સુરક્ષાના કારણથી અગમચેતીના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષ 100 થી વધુ દેશોના શ્રધ્ધાળુઓ ચારધામ યાત્રા માટે નાંધણી કરાવી ચુક્યા છે
પાકિસ્તાની નાગરીકોને પરત મોકલવા માટે વહિવટી તંત્રએ જરૂરી પગલાં લીધા છે. તેમને સુરક્ષીત રીતે દેશ પરત મોકલવા માટે ની કાર્યવાહી ચાલી રહી છે તો અન્ય વિદેશી શ્રધ્ધાળુઓની સુરક્ષા સુનિશ્વિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે નાંધનીય છે કે 30 એપ્રિલથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની શરૂઆત થઈ રહી છે. યાત્રા માટે વહિવટીતંત્રની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે દર વર્ષની જેમ આ વર્ષએ પણ કેદારનાથ,ગંગોત્રી યમનોત્રી અને બદ્રીનાથના દર્શને લાખો લોકોની પહોચવાની શક્યતાઓ છે કેદરનાથના કપાટ જ્યારે ખુલશે ત્યારે હેલીકોપ્ટર સેવાની શરુઆત થશે