Skip to main content
Settings Settings for Dark

મન કી બાત:પીએમએ પહલગામ હુમલા અંગે દુખ વ્યક્ત કર્યુ,કહ્યુ દોષીતોને છોડાશે નહી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમના 121 માં એપીસોડને સંબોધીત કર્યો હતો . જ્યાં પ્રધાનમંત્રીએ 22 એપ્રીલે પહલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાને દુખ દાયક ગણાવ્યો હતો. પ્રધાનમંત્રીએ એ વાતનો વિશ્વાસ અપાવ્યો કે ષડયંત્ર રચનારા લોકોને કઠોર જવાબ આપવામાં આવશે 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમના 121 માં એપીસોડને સંબોધીત કર્યો હતો . જ્યાં પ્રધાનમંત્રીએ 22 એપ્રીલે પહલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાને દુખ દાયક ગણાવ્યો હતો. પ્રધાનમંત્રીએ એ વાતનો વિશ્વાસ અપાવ્યો કે ષડયંત્ર રચનારા લોકોને કઠોર જવાબ આપવામાં આવશે 

    પ્રધાનમંત્રીએ દેશવાસીઓને સંબોધન કરતાં જણાવ્યુ હતુ કે,આજે જ્યારે હું આપની સાથે મનની વાત કરી રહ્યો છું તો મનમાં ઊંડું દુઃખ છે. 22મી એપ્રિલે પહલગામમાં થયેલી આતંકી દુર્ઘટનાએ દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે. ભલે તે કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, પરંતુ તે એ લોકોના દુઃખને અનુભવી રહ્યું છે જેમણે આ હુમલામાં પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. હું જાણું છું કે દરેક ભારતીયનું લોહી આતંકી હુમલાની તસવીરો જોઈને ઉકળી ઉઠ્યું છે. પહલગામમાં થયેલો આ હુમલો આતંકના ચમરબંધીઓની હતાશા દર્શાવે છે, તેમની કાયરતા દર્શાવે છે. 

    પીએમએ કહ્યુકે ,જ્યારે કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ રહી હતી, સ્કૂલ-કોલેજોમાં એક વાઈબ્રન્સી હતી, નિર્માણ કાર્યોમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકતંત્ર મજબૂત બની રહ્યું હતું, પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ વૃધ્ધિ થઈ રહી હતી, લોકોની કમાણી વધી રહી હતી, યુવાનો માટે નવા અવસર તૈયાર થઈ રહ્યા હતા. દેશના દુશ્મનોને, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને તે માફક ન આવ્યું. આતંકીઓ અને આતંકના આકાઓ ઈચ્છે છે કે કાશ્મીર ફરીથી તબાહ થઈ જાય અને એટલા માટે આટલા મોટા કાવતરાને અંજામ આપ્યો. આતંકવાદ વિરુધ્ધના આ યુધ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોની એકજૂટતા એ આપણી સૌથી મોટી તાકાત છે. આ જ એકતા, આતંકવાદ વિરુધ્ધની આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. આપણે દેશની સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પોને મજબૂત કરવાના છે. એક રાષ્ટ્રરૂપે દ્રઢ ઈચ્છાશક્તિનું પ્રદર્શન કરવાનું છે. આજે દુનિયા જોઈ રહી છે કે આ આતંકી હુમલા બાદ આખો દેશ એક અવાજમાં બોલી રહ્યો છે. 

    પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યુ કે,આપણા ભારતના લોકોમાં જે આક્રોશ છે, તે આક્રોશ આખી દુનિયામાં છે. આ આતંકી હુમલા બાદ સતત દુનિયાભરમાંથી સંવેદનાઓ ઠલવાઈ રહી છે. મને પણ વૈશ્વિક નેતાઓએ ફોન કર્યા છે, પત્રો લખ્યા છે, સંદેશા મોકલ્યા છે. જઘન્ય રીતે કરવામાં આવેલા આ આતંકી હુમલાની કઠોર નિંદા કરી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. સમગ્ર વિશ્વ આતંકવાદ વિરુધ્ધની આપણી લડાઈમાં 140 કરોડ ભારતીયોની સાથે ઊભો છે. હું પીડિત પરિવારોને ફરીથી ભરોસો આપું છું કે તેમને ન્યાય મળશે, ન્યાય મળીને જ રહેશે. આ હુમલાના દોષિતો અને આ કાવતરું રચનારા લોકોને કઠોરમાં કઠોર જવાબ આપવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply