પાકિસ્તાન પર વરસ્યું વિદેશ મંત્રાલય, કહ્યું-'પાડોશી દેશ આતંકવાદ પર માત્ર વાતો કરે છે'
Live TV
-
વિદેશ મંત્રાલયની 100 દિવસની કામગીરી અંગે વિદેશમંત્રીએ આપી જાણકારી, પાકિસ્તાને કર્યા પ્રહાર
બીજી વખત ચૂંટાયેલી મોદી સરકારમાં વિદેશ મંત્રાલયની 100 દિવસની કામગીરી અંગે વિદેશમંત્રી એસ. જયશંકરે મીડિયાને જાણકારી આપી હતી. વિદેશમંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું.
વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, આ અંગે ભારતનું વલણ સ્પષ્ટ હતું અને છે. તેમણે વધુ ઉમેર્યું હતું કે, પીઓકે ભારતનો ભાગ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પીઓકે એક દિવસ ભારતનો ભૌગોલિક ભાગ બનીને જ રહેશે.
તેમણે એ પણ કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપી રહ્યું છે. પાકિસ્તાન પોતાની ભૂમિ પર ખુલ્લેઆમપાડોશી દેશો વિરૂધ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપે છે. વિદેશમંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન આતંકવાદનો અંત નહીં લાવે ત્યાં સુધી તેની સાથે કોઈ વાતચીત કરવામાં નહીં આવે.
