Skip to main content
Settings Settings for Dark

અર્થ વ્યવસ્થામાં મંદીને નકારતા ગૃહમંત્રી અમિત શાહ

Live TV

X
  • જમ્મુ કાશ્મીરમાં 5 ઓગસ્ટ પછી એકપણ ગોળી નથી ચાલી: અમિત શાહ

    ભારત ન્યૂ ઈન્ડિયાનું સપનું સાકાર કરવા તરફ આગળ વધી રહ્યું છે. સમગ્ર દેશની સુરક્ષા અને શાંતિને ધ્યાનમાં રાખતાં અલગ અલગ ક્ષેત્રમાં પણ સુધારો થઈ રહ્યો છે. નવી દિલ્હીમાં 'ALL INDIA MANAGEMENT ASSOCIATION'ના 46માં કન્વેંશન પર અમિત શાહે સ્પષ્ટ કર્યું હતું કે અનુચ્છેદ 370ના નિર્ણયથી જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થપાય છે.

    કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 370 અને 35એ હટ્યા પછી અત્યાર સુધીમાં જમ્મુ કાશ્મીરમાં એકપણ ગોળી ચાલી નથી અને કોઈનું મૃત્યું પણ થયું નથી. નવી દિલ્હીમાં 'ALL INDIA MANAGEMENT ASSOCIATION' , AIMA,ના 46માં કન્વેંશનમાં નવા ભારત અને મહાન ભારત પર ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરના કેન્દ્રના નિર્ણયથી ત્યાં શાંતિ સ્થપાઈ છે.

    ગૃહમંત્રીએ એ પણ કહ્યું કે નવા ભારતનું સપનું હકીકતમાં દેશને મહાન ભારત બનાવવાનું છે. કાર્યક્રમ દરમિયાન તેમણે તમામ ક્ષેત્રમાં સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે,'ગત પાંચ વર્ષમાં અર્થવ્યવસ્થામાં કરેલા તમામ સુધારાઓ અને કૃષિ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત સામાજીક યોજનાઓ પર કરવામાં આવેલા ખર્ચની પણ સીધી અસર જોવા મળી છે. અર્થ વ્યવસ્થા અંગે કોઈ જ ચિંતા કરવાની જરુર નથી. પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા માટે ભારત સાચા રસ્તા પર છે.'

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply