Skip to main content
Settings Settings for Dark

સાઉદી અરબના તેલ સંકટ પર ભારતની બાજનજર

Live TV

X
  • તેલ કંપની પર હુમલા પછી દુનિયાભરના ક્રૂડ ઓઈલની કિંમતોમાં એક જ ઝટકામાં 19% સુધીનો વધારો નોંધાયો હતો.

    વૈશ્વીક અર્થવ્યવસ્થાને જો સૌથી વધારે પ્રભાવિત કરે છે એ છે ક્રૂડ ઓઈલની કિંમતો. સાઉદી અરબની તેલ કંપની પર હુમલા પછી દુનિયાભરના ક્રૂડ ઓઈલની કિંમતોમાં એક જ ઝટકામાં 19% સુધીનો વધારો નોંધાયો હતો. ભારત પણ ક્રૂડ ઓઈલનો એક સૌથી મોટો આયાતકારક દેશ છે. જેના માટે ચિંતા સ્વાભાવિક છે પરંતુ સરકારે જણાવ્યું છે કે ભારતને કાચા તેલની આપૂર્તિ અસર નહીં કરે. ભારતે સાઉદી અરબના તેલ હુમલાની આકરી નિંદા કરી હતી.

    પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કાચા તેલનો પુરવઠો અવરોધાવાની સંભાવનાને ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે સાઉદી અરેબિયામાં કાચા તેલનું ઉત્પાદન ઘટતાં ભારતને મળતો તેલ પુરવઠો પ્રભાવિત નહીં થાય. પેટ્રોલિયમ મંત્રીએ ટિવટર પર જણાવ્યું હતું કે તેલ રિફાઈનરી હુમલા પછી આરબ તેલ કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપર્ક સાધવામાં આવ્યો હતો. સરકારને વિશ્વાસ છે કે, ભારત માટેનો તેલ પુરવઠો નહીં અવરોધાય. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply