ગૃહમંત્રાલયે સીઆરપીએફ પુનર્ગઠનને આપી મંજૂરી
Live TV
-
ગૃહમંત્રાલયે કેન્દ્રિય રિઝર્વ પોલીસ દળ સંબંધિત કેડર સમીક્ષાને લીલી ઝંડી આપી છે અને બે નવા પદને પણ મંજૂરી આપી છે.
સીઆરપીએફ કર્મચારીઓનું મનોબળ વધારવા માટે ગૃહમંત્રાલયે સામાન્ય ડ્યૂટી કર્મચારી માટે એક મહત્વનાી કેડર પુનર્ગઠનની મંજૂરી આપી છે. આશરે 2.37 લાખ કર્મચારીઓનું પ્રમોશન થવાની શક્યતા છે.
દેશના સૌથી મોટા અર્ધ સૈનિક દળ સીઆરપીએફના 2.37 લાખ જવાન અને ઉપરી અધિકારીઓ દ્વારા કરવામાં આવતી અત્યાર સુધીની સૌથી પહેલી કેડર સમીક્ષાથી 'લાભાન્વિત' થશે. ગૃહમંત્રાલયે કેન્દ્રિય રિઝર્વ પોલીસ દળ સંબંધિત કેડર સમીક્ષાને લીલી ઝંડી આપી છે અને બે નવા પદને પણ મંજૂરી આપી છે.
સીઆરપીએફ દેશનું અગ્રણ્ય અર્ધસૈનિક દળ છે જે કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વિરોધી અને નક્સલ પ્રભાવિત વિસ્તારમાં માઓવાદી રોધી અભિયાનો સહિત અનેક જવાબદારીઓ નિભાવે છે. સીઆરપીએફે કહ્યું છે કે દળના સામાન્ય કર્મચારીઓની પહેલી કેડર સમીક્ષા કોન્સ્ટેબલથી લઈને નીરિક્ષક સુધી ગ્રુપ બી અને આશરે 2.37 લાખ કર્મચારીઓના ચહેરા પર ખુશી લાવશે.
