Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાન સાથેનો પડતર મુદ્દો PoK ખાલી કરવાનો, ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકાર્ય નથી: વિદેશ મંત્રાલય

Live TV

X
  • જમ્મુ અને કાશ્મીરને લગતા તમામ મુદ્દાઓ અને ઓપરેશન સિંદૂરને લઈને આજે મંગળવારે (13 મે, 2025) વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'ઘણા સમયથી અમારું રાષ્ટ્રીય વલણ રહ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશને લગતા કોઈપણ મુદ્દાનો ઉકેલ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે થવો જોઈએ. આ નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. પડતર મુદ્દો પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ભારતીય પ્રદેશને ખાલી કરાવવાનો છે.' 

    રણધીર જયસ્વાલે કહ્યું કે, 'ભારત દ્વારા (પાકિસ્તાન અને પીઓકેમાં) નાશ કરાયેલ આતંકવાદી માળખાગત રીત ભારતીયોના મૃત્યુ માટે જ નહીં, પરંતુ વિશ્વભરના ઘણા અન્ય નિર્દોષ લોકોના મૃત્યુ માટે પણ હતી. આ હવે એક નવો સામાન્ય વાત છે. પાકિસ્તાન જેટલું વહેલું આ સમજશે તેટલું સારું રહેશે.'

    વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, 'થોડા દિવસો પહેલા તમે જોયું કે CCS ના નિર્ણય બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરવામાં આવી છે. હું તમને થોડા પાછળ લઈ જવા માંગુ છું. સિંધુ જળ સંધિ જે પ્રકારે સંધિની પ્રસ્તાવનામાં કહેવાયું છે તે રીતે સદ્ભાવના અને મિત્રતાની ભાવના પર ટકેલી હતી. પાકિસ્તાન છેલ્લા ઘણા દાયકાઓથી સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપીને આ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. હવે CCSના નિર્ણય મુજબ, ભારત ત્યાં સુધી સંધિને સ્થગિત રાખશે જ્યાં સુધી પાકિસ્તાન બોર્ડર પર આતંકવાદને લઈને સમર્થનને વિશ્વસનીય અને અપરિવર્તનીયરૂપથી ત્યાગ નથી કરતું.'

    રણધીર જયસ્વાલે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યસ્થી કરવાના દાવા અને યુદ્ધવિરામમાં વેપારની ભૂમિકા પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, '7 મેના રોજ 'ઓપરેશન સિંદૂર' શરૂ થયાથી લઈને 10 મેના રોજ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવાના કરાર સુધી, ભારતીય અને અમેરિકન નેતાઓ વચ્ચે ઉભરતી લશ્કરી પરિસ્થિતિ પર ચર્ચા થઈ હતી. આમાંથી કોઈપણ ચર્ચામાં વેપારનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો.

    તેમણે કહ્યું, 'બંને દેશોના DGMO વચ્ચે 10મે 2025ના રોજ બપોરે 3:35 વાગ્યે ફોન પર થયેલી વાતચીત દરમિયાન કરારની ચોક્કસ તારીખ, સમય અને શબ્દો નક્કી કરવામાં આવ્યા હતા. જ્યારે આ મામલે વિદેશ સચિવે નિવેદન આપ્યું છે. પાકિસ્તાની પક્ષને શરૂઆતમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે ભારતીય પક્ષનો સંપર્ક કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય શસ્ત્રોની તાકાતને કારણે પાકિસ્તાનને ગોળીબાર બંધ કરવાની ફરજ પડી હતી. જ્યાં સુધી અન્ય દેશો સાથેની વાતચીતનો સવાલ છે, ભારતનો સંદેશ સ્પષ્ટ અને સુસંગત હતો.'
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
apply