પીએનબી કૌભાંડ કેસના આરોપી સની કાલરાનું ઓમાનથી પ્રત્યાર્પણ
Live TV
-
ઇન્ટરપોલ અને NCB મસ્કટની મદદથી સીબીઆઈ દ્વારા બેંક છેતરપિંડીના કેસમાં આરોપી સની કાલરાને ભારત પાછો લાવવામાં આવ્યો
PNB કેસના આરોપી સની કાલરાને ઓમાનના મસ્કટથી ભારત પાછો લાવવામાં આવ્યો. સની કાલરા, તેની પત્ની અને અન્ય સામે 2015માં કેસ નોંધવામાં આવ્યો હતો. સન્ની કાલરા વ્હાઇટ ટાઇગર સ્ટીલ્સ પ્રા. લિ ડાયરેક્ટર હતા. જેમની ઉપર આરોપ છે કે તેમણે કપટપૂર્વક પંજાબ નેશનલ બેન્ક, દરિયા ગંજ શાખા માથી આશરે 10 કરોડની લોન લીધી હતી. લોન એકાઉન્ટ એનપીએ થઈ ગયું અને ત્યારબાદ ડિસેમ્બર 2016માં તેમની અને પીએનબીના અન્ય ત્રણ અધિકારીઓ, તત્કાલીન ચીફ મેનેજર, મેનેજર અને એજીએમ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આરોપી દ્વારા તપાસમાં સહકાર ન આપવાથી, મે 2016 ના રોજ રેડ કોર્નર નોટિસ આપવામાં આવી હતી. સન્ની કાલરાની ઓમાનની એનસીબી મસ્કત દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને એનસીબી ઈન્ડિયા (ઇન્ટરપોલ ઇન્ડિયા / સીબીઆઈ) ને માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન, ઇન્ટરપોલની મદદથી સીબીઆઈ, આરોપી સની કાલરાને ભારત લાવવા માટે એનસીબી મસ્કત સાથે નિયમિત સંપર્કમાં હતી.
