J&K : પાકિસ્તાન દ્વારા પૂંછ સેક્ટરમાં સીજફાયરનું ઉલ્લંઘન
Live TV
-
સંરક્ષણ પ્રવકતાએ જણાવ્યુ કે પાકિસ્તાનની સેનાએ પુંછ જિલ્લાના માનકોટ સેક્ટરમાં મોર્ટાર અને અન્ય હથિયારો વડે હુમલો કરી સીજફાયરનું ઉલ્લંઘન કર્યું
પાકિસ્તાન આર્મીએ આજે પૂંછના સરહદી જિલ્લામાં ભારતીય ફોરવર્ડ ચોકીઓ અને નાગરિક વિસ્તારોને નિશાન બનાવીને આડેધડ ગોળીબારી કરી, યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. સંરક્ષણ પ્રવક્તાએ ડીડી ન્યૂઝ જમ્મુને જણાવ્યું હતું કે આશરે 13:30 કલાકે પૂંછ જિલ્લાના માનકોટ સેક્ટરમાં એલઓસી પર નાના હથિયારોથી અને મોર્ટાર્સ વડે હુમલો કરીને બિનઆયોજીત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. જો કે, ચેતતા ભારતીય સૈનિકોએ અસરકારક જવાબી કાર્યવાહી કરી હતી. રીપોર્ટ આવ્યા ત્યારે ભારત-પાક ફાયરિંગ વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો હતો. અત્યાર સુધીના પાક ફાયરિંગથી ભારતીય પક્ષને કોઈ નુકસાન થયું નથી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેનાએ કોઈ જ પ્રકારની ઉશ્કેરણી વગર ગોળીબારી કરી સીજફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.
