પીએમ મોદીએ નાન્યાંગ યુનિવર્સિટીમાં વિધાર્થીઓને કર્યું સંબોધન
Live TV
-
સામાજિક ભેદભાવ નાબૂદ કરવા તથા તમામ નાગરિકોને યોગ્ય સેવાઓ મળી રહે તે માટે વહીવટીતંત્રનો મહત્વનો ફાળો: પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાન્યાંગ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓ તથા સિંગાપોરમાં ટેકનોલોજી ભણતા વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સામાજિક ભેદભાવ નાબૂદ કરવા તથા તમામ નાગરિકોને યોગ્ય સેવાઓ મળી રહે તે માટે વહીવટીતંત્રનો મહત્વનો ફાળો છે. સિંગાપોરના નાન્યાંગ ટેકનોલોજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સાથે મૈત્રીપૂર્ણ વાતચીત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની સરકા ટેકનોલોજીનો ઉપયોગ આમ આદમી કરી શકે તે રીતે કાર્યરત છે. ટેકનોલોજીનો ઉપયોગ અત્યંત સરળ છે.માત્ર તેને યોગ્ય રીતે સમજાવવાની જરૂરી છે. 21મી સદી એશિયાઈ શતાબ્દી છે. આ પ્રસંગે પીએમ મોદીને મિસ્ટર ટેકના ઉપાધિથી નવાઝવામાં આવ્યા હતા. આ સંવાદનમાં છ સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા.
