EDની મોટી કાર્યવાહી, બાયોટેક ગૃપની 4701 કરોડની સંપત્તિ જપ્ત
Live TV
-
મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત સ્ટલિંગ બાયોટેક ગૃપની 4701 કરોડ સ્થાવર અને જંગમ સંપત્તિને જપ્ત કરતું ઇડી. ઇડીની કાર્યવાહીમાં 5000 કરોડના બેન્ક ફ્રોડના કિસ્સામાં 4000 એકર સ્થાયી સંપત્તિ સાથે પ્લાન્ટ મશીનરી, 200 બેન્ક એકાઉન્ટ, શેયર્સ અને 6.67 કરોડની મોંઘી લક્ઝરી ગાડીઓ સામેલનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં દિલ્હીના વેપારી ગગન ધવન, આંધ્રબેન્કના પૂર્વ નિદેશક અનુપ ગર્ગ અને સ્ટલિંગ બાયટેકના નિદેશક રાજભૂષણ દિક્ષીતની ધરપકડ.
એક જબરજસ્ત સફળ કામગીરી અંતર્ગત મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત સ્ટર્લિંગ બાયોટેક ગૃપપની 4701 કરોડ સ્થાવર અને જંગમ સંપત્તિને 5000 કરોડના બેન્ક ફ્રોડના કિસ્સામાં જપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈએ બેન્ક સાથે છેતરપિંડીના મામલામાં સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડના પ્રમોટર નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને અન્ય વિરૂધ્ધ કેસ દાખલ કર્યો હતો. જેની ઉપર ઈડીએ મની લોન્ડરિંગ બાબતે ઓક્ટોબર 2017માં કેસ કર્યા હતા. જપ્ત કરેલી મિલકતમાં 4000 એકર સ્થાયી સંપત્તિ સાથે પ્લાન્ટ મશીનરી, અલગ અલગ કંપનીઓના બેન્કમાં 200 બેન્ક એકાઉન્ટ, શેયર્સ અને 6.67 કરોડની મોંઘી લક્ઝરી ગાડીઓ સામેલ છે. બોગસ દસ્તાવેજોના આધારે સંડેસરા ભાઈઓએ આંધ્ર બેન્ક, અલ્હાબાદ બેન્ક અને બેન્ક ઓફ ઇન્ડિયા જેવી પાંચ બેન્કોની કુલ 5000 કરોડની લોન લીધી હતી. એમણે 300 ઉપરાંત બેનામી કંપનીઓ પણ ખોલેલી હતી. ઈડીએ દિલ્હી, મુંબઈ, વડોદરા, અમદાવાદ, સુરત એ કુલ 50 છાપા માર્યા હતા. જેમાં આ સફળતા મળી હતી. અત્યાર સુધી આ કેસમાં ત્રણ ધરપકડ થઈ છે. જેના દિલ્હીના વેપારી ગગન ધવન, આંધ્રબેન્કના પૂર્વ નિદેશક અનુપ ગર્ગ અને સ્ટલિંગ બાયટેકના નિદેશક રાજભૂષણ દિક્ષીત સામેલ છે.
