પીએમ મોદીએ મન કી બાતના 121 માં એપીસોડમાં દેશના યુવાનોની પ્રસંશા કરી
Live TV
-
દેશવાસીઓને સંબોધતાં પ્રધાનમંત્રીએ કહ્ય કે ,આજે આપણે સમગ્ર દુનિયામાં ભારતની ટેલેન્ટની પ્રશંસા થતી જોઈએ છીએ. ભારતના યુવાનોએ ભારત પ્રત્યેનો દુનિયાનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે અને કોઈ પણ દેશના યુવાનની રૂચિ કઈ તરફ છે, ક્યાં છે તેનાથી ખ્યાલ આવે છે કે દેશનું ભવિષ્ય કેવું હશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના 121 માં એપીસોડમાં દેશના યુવાનોની પ્રસંશા કરી હતી. દેશવાસીઓને સંબોધતાં પ્રધાનમંત્રીએ કહ્ય કે ,આજે આપણે સમગ્ર દુનિયામાં ભારતની ટેલેન્ટની પ્રશંસા થતી જોઈએ છીએ. ભારતના યુવાનોએ ભારત પ્રત્યેનો દુનિયાનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે અને કોઈ પણ દેશના યુવાનની રૂચિ કઈ તરફ છે, ક્યાં છે તેનાથી ખ્યાલ આવે છે કે દેશનું ભવિષ્ય કેવું હશે.
પીએમ મોદીએ કહ્યુ કે આજે ભારતનો યુવાન સાયન્સ, ટેકનોલોજી અને ઈનોવેશન તરફ આગળ વધી રહ્યો છે. એવા વિસ્તારો જેની ઓળખ અગાઉ પછાતપણા અને બીજા કારણોથી થતી હતી ત્યાં પણ યુવાનોએ એવા ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે જે આપણને નવો વિશ્વાસ આપે છે.
તેમણે ઉમેર્યુ કે છત્તીસગઢના દંતેવાડાનું વિજ્ઞાન કેન્દ્ર આજકાલ સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. થોડાં સમય પહેલાં સુધી દંતેવાડાનું નામ માત્ર હિંસા અને અશાંતિ માટે જાણીતું હતું, પરંતુ હવે ત્યાં એક સાયન્સ સેન્ટર બાળકો અને તેમના માતા-પિતા માટે આશાનું એક નવું કિરણ બની રહ્યું છે. આ સાયન્સ સેક્ટરમાં જવું બાળકોને ખૂબ ગમી રહ્યું છે. હવે તેઓ નવા નવા મશીનો બનાવવાથી લઈને ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવી પ્રોડક્ટ્સ બનાવવાનું શીખી રહ્યા છે. તેમને 3D printers અને robotic કાર્સની સાથે અન્ય ઈનોવેટિવ વસ્તુઓ વિશે જાણવાનો મોકો મળ્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે હમણા થોડાં સમય પહેલાં મેં ગુજરાત સાયન્સ સિટીમાં પણ સાયન્સ ગેલેરીઝનું ઉદઘાટન કર્યું હતું. આ ગેલેરીઝથી એ ઝલક મળે છે કે આધુનિક વિજ્ઞાનનું પોટેન્શિયલ શું છે, વિજ્ઞાન આપણા માટે કેટલું બધું કરી શકે છે. મને જાણકારી મળી છે કે આ ગેલેરીઝ માટે ત્યાંના બાળકોમાં ખૂબ ઉત્સાહ છે. સાયન્સ અને ઈનોવેશન પ્રત્યે વધતું આકર્ષણ ભારતને જરૂરથી નવી ઊંચાઈ પર લઈ જશે.