પીએમ મોદી અને અમિત શાહ સાથે આજે ભાજપ શાસિત રાજ્યોના સીએમની બેઠક
Live TV
-
આવનારી લોકસભાની ચૂંટણીને લઈને આજે પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે.
2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોની આજે બેઠક યોજાશે. બેઠકમાં 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓ સામેલ થશે. આ બેઠક ભાજપના મુખ્યાલય દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા છે.
બેઠકની અધ્યક્ષતા પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ કરશે. બેઠકમાં 2019ની લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા થશે અને રાજ્યોમાં ચાલતા કામોની સમીક્ષા થશે.
