Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદી જશે ચીનના પ્રવાસે, રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે થશે મુલાકાત

Live TV

X
  • ભારત અને ચીન વચ્ચે આતંકવા, ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ હેલ્થ કેર જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ

    ચીનની ચાર દિવસની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી સુષમા સ્વરાજે વાંગ યી સાથે મુલાકાત કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે દ્રિપક્ષીય સંબંધો પર ચર્ચા થઈ અને બન્ને દેશ વચ્ચેના સંબંધો સુધારવા માટે ઉચ્ચ સ્તરિય ચર્ચા થઇ હતી. બન્ને નેતાઓ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27-28 એપ્રિલએ ચીનના પ્રવાસે જશે. આ સમય દરમિયાન પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી ચિનપિંગ સાથે પણ મુલાકાત કરશે.

    પત્રકાર પરિષદ દરમિયાન સુષમા સ્વરાજે કહ્યું કે, વર્ષ 2018માં ચીન સતલુજ અને બ્રહ્મપુત્ર નદીનો ડેટા ભારતને ઉપલબ્ધ કરાવશે. આ સાથે જ ભારત અને ચીન વચ્ચે આતંકવા, ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ હેલ્થ કેર જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ. વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે, પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે અને અનેક સમજૂતિઓને આખરી ઓપ અપાશે.

    ઉલ્લેખનિય છે કે, શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ શનિવારે ચાર દિવસની મુલાકાતે ચીન પહોંચ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply