Skip to main content
Settings Settings for Dark

પુતિને રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી, પીએમ મોદી સાથે વ્યૂહાત્મક વાટાઘાટો શરૂ

Live TV

X
  • રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે આવ્યા છે. દિલ્હી પહોંચ્યા બાદ તેમને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યારબાદ તેમણે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. તેઓ હૈદરાબાદ હાઉસમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે રક્ષા, ઊર્જા અને આર્થિક સહયોગ જેવા મુદ્દાઓ પર વાતચીત કરી રહ્યા છે. વાતચીત બાદ સંયુક્ત નિવેદન અપાશે અને સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના માટે બેન્ક્વેટ હોસ્ટ કરશે.

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને શુક્રવારે ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ તેઓ રાજઘાટ પહોંચ્યા. રાજઘાટ પર પુતિને મહાત્મા ગાંધીને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી. રાજઘાટથી પછી તેઓ સીધા જ હૈદરાબાદ હાઉસ પહોંચ્યા, જ્યાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિએ વાટાઘાટો શરૂ કરી દીધી છે.

    કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ રાષ્ટ્રપતિ પુતિન સાથે રાજઘાટ ગયા હતા. રશિયન રાષ્ટ્રપતિએ રાજઘાટ પર વિઝિટર બુક પર હસ્તાક્ષર પણ કર્યા. વળી, હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી અને પુતિન વચ્ચે જે ઔપચારિક વાતચીત થશે, તેમાં રક્ષા, ઊર્જા સહયોગ, પ્રાદેશિક સુરક્ષા અને લાંબા ગાળાની આર્થિક ભાગીદારીનો સમાવેશ થવાની અપેક્ષા છે.

    આ વાતચીત પછી બંને નેતા સંયુક્ત નિવેદન પણ આપશે. પુતિન બાદમાં કોમર્શિયલ અને ઇન્વેસ્ટમેન્ટ એન્ગેજમેન્ટને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી એક બિઝનેસ ઇવેન્ટમાં પણ ભાગ લેશે. પછી સાંજે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુતિન માટે રાષ્ટ્રપતિ ભવનમાં બેન્ક્વેટ હોસ્ટ કરશે.

    આ પહેલા રશિયન રાષ્ટ્રપતિ પુતિન રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પુતિનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

    રાષ્ટ્રપતિ પુતિને પ્રેસિડેન્ટ મુર્મુ અને પીએમ મોદી સાથે હાથ મિલાવ્યા. આ પછી રશિયન રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા. પહેલા રશિયાનું રાષ્ટ્રગાન અને પછી ભારતનું પણ રાષ્ટ્રગાન થયું. આ પછી રાષ્ટ્રપતિ પુતિને ગાર્ડનું નિરીક્ષણ પણ કર્યું. રશિયન રાષ્ટ્રપતિએ માથું હલાવીને સન્માનનો સ્વીકાર કર્યો.

    આની સાથે જ રશિયન રાષ્ટ્રપતિ પુતિનનો આ પ્રવાસ ઔપચારિક રીતે શરૂ થઈ ગયો. ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત થયા પછી પુતિને ત્યાં હાજર રશિયન ડેલિગેશનમાં આવેલા અધિકારીઓની રાષ્ટ્રપતિ મુર્મુ અને પીએમ મોદી સાથે મુલાકાત કરાવી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply