સરકારનું નવું પગલું: પાસપોર્ટ વેરિફિકેશન રેકોર્ડ હવે DigiLocker માં ઉપલબ્ધ
Live TV
-
સરકારે વિદેશ મંત્રાલયના સહયોગથી પાસપોર્ટ વેરિફિકેશન રેકોર્ડ (PVR) ને હવે ડિઝિલૉકરમાં ઉપલબ્ધ કરાવ્યો છે, જે ડિજિટલ વેરિફિકેશનને ઝડપી બનાવશે.
ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ વિભાગે ગુરુવારે જાહેરાત કરી કે પાસપોર્ટ વેરિફિકેશન રેકોર્ડ (PVR) હવે ડિજિલૉકરમાં ઉપલબ્ધ થશે. આ સેવા વિદેશ મંત્રાલયના સહયોગથી શરૂ કરવામાં આવી છે.
ડિજિલૉકર એક સુરક્ષિત ક્લાઉડ-આધારિત પ્લેટફોર્મ છે, જ્યાં નાગરિકો પોતાના ડિજિટલ દસ્તાવેજો સુરક્ષિત રાખી શકે છે. PVR ને ડિઝિલૉકરમાં ઉપલબ્ધ કરાવવાથી નાગરિકોને દસ્તાવેજ સંભાળવામાં સગવડતા મળશે અને ભૌતિક કાગળો પરની નિર્ભરતા ઘટશે.
હવે નાગરિકો પોતાના PVR ને ડિઝિલૉકરમાં સુરક્ષિત રીતે એક્સેસ, સ્ટોર, શેર અને ડિજિટલ રૂપથી વેરિફાય કરી શકશે. સફળ ચકાસણી પછી આ રેકોર્ડ “Issued Documents” સેક્શનમાં દેખાશે. આનાથી મુસાફરી, રોજગાર અને અન્ય ચકાસણી પ્રક્રિયાઓ ઝડપી બનશે અને કાગળનું કાર્ય ઓછું થશે.
PVR ડિઝિલૉકરમાં સરકારી પ્રણાલીમાંથી સીધા ડિજિટલ રૂપમાં જારી કરવામાં આવે છે, જેનાથી તેની પ્રમાણિકતા અને સુરક્ષા સુનિશ્ચિત થાય છે. નાગરિકો આ રેકોર્ડ્સને અધિકૃત સંસ્થાઓ સાથે ડિજિટલ રૂપમાં શેર કરી શકશે, જેનાથી તુરંત અને સહમતિ-આધારિત ચકાસણી શક્ય બનશે.
સરકારનું કહેવું છે કે આ પગલું નાગરિક સેવાઓના ડિજિટાઇઝેશનમાં એક મોટો માઇલસ્ટોન છે અને ‘Citizen-First’અભિગમને મજબૂત કરે છે.
