Skip to main content
Settings Settings for Dark

પૂરગ્રસ્ત રાજ્યોને કેન્દ્ર સરકાર તેમની સંભવ મદદ કરશે: પીએમ મોદી

Live TV

X
  • દેશમાં ઐતિહાસિક બદલાવ લાવવાનો મંચ છે નીતિ આયોગ ગર્વનીંગ કાઉન્સીલની બેઠક: પીએમ મોદી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગ ગર્વનીંગ કાઉન્સીલની ચોથી બેઠક શરૂ થઈ છે. ગર્વનીંગ કાઉન્સીલની આ બેઠક રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઈ રહી છે. દિવસભર ચાલનાર બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્ર શાસીત પ્રદેશના લેફ્ટનન્ટ ગર્વનર અને ભારત સરકારના ટોચના અધિકારીઓ હાજરી આપી રહ્યા છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા છે.

    આ બેઠકને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું, કે નીતિ આયોગની ગર્વનિંગ કાઉન્સીલ દેશમાં ઐતિહાસિક બદલાવ લાવવાનો મંચ છે. તેમણે કહ્યું, કે ટીમ ઈન્ડિયાની ભાવનાથી કામ કરવાથી દેશમાં શાસન સંબંધીત જટીલ મુદ્દાને ઉકેલી શકાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું, કે જીએસટી સહજ રીતે લાગુ થયું તેનું મોટું ઉદાહરણ છે. પીએમએ પૂરગ્રસ્ત રાજ્યોના મુખ્યંત્રીઓને વિશ્વાસ અપાવ્યો કે હાલતનો સામનો કરવા કેન્દ્ર તેમની સંભવ મદદ કરશે. પીએમએ કહ્યું કે, નીતિ નિર્ધારણમાં રાજ્યોના મુખ્યમંત્રીઓની મહત્વની ભૂમિકા છે.

    આ બેઠકમાં ખેડૂતોની આવક બમણી કરવા કરાયેલ ઉપાય, આયુષ્માન ભારત, રાષ્ટ્રીય પોષણ મિશન અને મિશન ઈન્દ્રધનુષ જેવી પરિયોજનાની પ્રગતિ, મહાત્મા ગાંધીની 150મી જ્યંતીના સમારોહ જેવા મુખ્ય વિષયો ઉપર ચર્ચા હાથ ધરાઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply